Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બિટકોઇન્સ હવે લીગલ…જાણો શા માટે બિટકોઇન છે વિશ્વની સૌથી મોંઘી કરન્સી..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > બિઝનેસ > શેરમાર્કેટ > બિટકોઇન્સ હવે લીગલ…જાણો શા માટે બિટકોઇન છે વિશ્વની સૌથી મોંઘી કરન્સી..
જાણવા જેવુંશેરમાર્કેટ

બિટકોઇન્સ હવે લીગલ…જાણો શા માટે બિટકોઇન છે વિશ્વની સૌથી મોંઘી કરન્સી..

Nandini Mistry
Last updated: March 12, 2020 10:33 am
By Nandini Mistry 5 Min Read
Share
19 July 2
SHARE

ડોલરની સામે રૂપિયો 74.15  ની સપાટી પર પહોંચી ગયો છે. ડોલરની મજબૂતીને જોતા તેને સૌથી મોંઘી કરન્સી કહી શકાય છે, પરંતુ ડોલર અથવા બ્રિટિશ પાઉન્ડ વિશ્વની સૌથી મોંઘી કરન્સી નથી. વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે બિટકોઇન એટલે કે ગુપ્ત મુદ્રા. આ એક ડિજિટલ કરન્સી છે. આ કરન્સી કોઈ કાયદાની હદમાં નથી આવતી. બિટકોઇનનો ઉપયોગ બેન્કની સુવિધા વિના લેણદેણ, ફન્ડ ટ્રાન્સફર, ઇન્ટરનેટ પર ડાયરેક્ટર ટ્રાન્ઝેક્શન, ઓનલાઇન શોપિંગ અને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન માટે થાય છે.

Contents
શું છે બિટકોઇન???શા માટે નામ આપવામાં આવ્યું ગુપ્ત મુદ્રા..!!બિટકોઇનનો ઉપયોગકેવી રીતે બને છે બિટ કોઇનશા માટે બીટકોઈન છે દુનિયાની સૌથી મોંઘી કરન્સીબિટ કોઇન્સ હવે લીગલશું છે ક્રીપ્ટો  કરન્સી?

શું છે બિટકોઇન???

Bitcoin Dollar

બિટકોઇન એક પ્રકારની ડિજિટલ કરન્સી છે. જેને ઇલેકટ્રોનિક રૂપમાં બનાવાઇ છે અને આ જ રૂપમાં તેને રાખવામાં આવી છે. આ એક એવી કરન્સી છે જેની પર કોઇ દેશની સરકારનું નિયંત્રણ નથી. રૂપિયા કે ડોલરની જેમ તેનું છાપકામ નથી કરવામાં આવતું. આને કોમ્પ્યુટર દ્ધારા બનાવવામાં આવે છે. એક કોયડાનો ઓનલાઇન ઉકેલ લાવવા પર બિટકોઈન મળે છે, સાથે જ રૂપિયા આપીને પણ તે ખરીદી શકાય છે.

- Advertisement -

શા માટે નામ આપવામાં આવ્યું ગુપ્ત મુદ્રા..!!

shutterstock 786941158

બિટકોઇન ઓનલાઇન ચુકવણીનું માધ્યમ છે. જેને ડિજિટલ કે ગુપ્ત મુદ્રાનું નામ આપવામાં આવ્યું છે. આના માટે કોઇ કેન્દ્રીય વ્યવસ્થા નથી. લોકો મુશ્કેલ ગણતરી અને ગુપ્ત કોડિંગ દ્ધારા જાતે પોતાની મુદ્રા જમા કરે અને પછી ખર્ચ કરે છે. જેને માઇનિંગ કહેવામાં આવે છે. તો નાણાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાના બદલામાં એક સામાન્ય ફી લેવામાં આવે છે. જે ક્રેડિટ કાર્ડની તુલનામાં ઘણી ઓછી હોય છે. જો કે, ક્રેડિટ કાર્ડથી ઉલટું આમાં ખરીદારે જ આ ફી ચુકવવી પડે છે.

- Advertisement -

બિટકોઇનનો ઉપયોગ

Best Bitcoin Wallet

બિટકોઇનનો ઉપયોગ ફન્ડ ટ્રાન્સફર, ઇન્ટરનેટ પર સીધી લેવડ-દેવડ, સામાન ખરીદવા અને ગેરકાયદેસર ખરીદ-વેચાણમાં થાય છે. ભારતમાં બિટકોઇનના ટ્રાન્ઝેકશનનું પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.  જો કે, બિટકોઇનને લઇને કેટલાક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે. જેમ કે આની કિંમતમાં મોટાભાગે ઉતાર-ચઢાવ જોવા મળે છે. બિટકોઇન કોઇ સેન્ટ્રલ બેન્કના કન્ટ્રોલમાં નથી અને બિટકોઇનનો સોદો કોની સાથે થયો તે શોધવાનું મુશ્કેલ છે. રૂપિયા કે ડોલરની જેમ આના ઉપયોગથી પણ વસ્તુઓની ઓનલાઇન ખરીદી કરી શકાય છે. પરંતુ એક વધુ ખાસિયત જે તેને બીજાઓ કરતાં અલગ બનાવે છે, તે છે તેનું ડિસેન્ટ્રલાઇઝ્ડ હોવું. બિટ કોઇન નેટવર્ક કોઇ પણ સંસ્થાના નિયંત્રણમાં નથી.

- Advertisement -

કેવી રીતે બને છે બિટ કોઇન

170302 bitcoin mn 1640 9171d3318457e4f05b2e61bcb3d628ea
આપ જાણો છે કે તેનું છાપકામ નથી થતું. એક ડિસ્ટ્રિબ્યુટેડ નેટવર્કમાં કોમ્પ્યુટિંગ પાવરનો ઉપયોગ કરીને તેને ડિજિટલ રીતે માઇન બનાવવામાં આવે છે. આ નેટવર્ક આ કરન્સીના ટ્રાન્ઝેકશનને પણ પ્રોસેસ કરે છે. એટલે કે આ તેનું પેમેન્ટ નેટવર્ક પણ હોય છે. જેનું નિર્માણ એક એવો વર્ગ કરે છે જેની સાથે આપ પણ જોડાઇ શકો છો. પરંતુ એનો અર્થ એવો કયારેય નથી કે તેને અસીમિત સંખ્યામાં બનાવી શકાય છે. બિટકોઇન પ્રોટોકોલ અનુસાર, વધારેમાં વધારે ૨૧૦ લાખ બિટકોઇન જ બનાવી શકાય છે.

શા માટે બીટકોઈન છે દુનિયાની સૌથી મોંઘી કરન્સી

How to send receive Bitcoin v2 2000 1000 1

ફકત ૩ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલી બિટકોઇન દુનિયાની સૌથી મોંઘી કરન્સી છે. એક બિટકોઇનની કિંમત છે આશરે ૨૩૭ ડોલરથી પણ વધારે અથવા અંદાજે ૧૪,૯૩૧ રૂપિયા છે.ભારતમાં કેટલાક ઓપરેટર બિટકોઇન ઓનલાઇન પ્રોવાઇડ કરે છે. વિનિમય સેવા, રૂપિયા કે અન્ય મુદ્રાના બદલે બિટકોઇનની રજૂઆત થાય છે.ડિજિટલ મુદ્રા બિટકોઇનની વધતી લોકપ્રિયતાએ નિયામકોને મોટી ચિંતામાં નાંખી દીધા છે. કારણ કે તેની સાથે મનીલોન્ડરીંગ જોખમ નિયામકોની ઉંઘ ઉડાડી નાંખી છે.નિયામકો એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, છેતરપિંડી કરનારા લોકો બિટકોઈનનો દૂરપયોગ કરી ભોળા રોકાણકારોને ઈ-પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપી શકે છે. જો ખરેખર એવું થાય તો ચોક્કસ આ રોકાણકારોના લાખો રૂપિયા ડૂબી જશે.

- Advertisement -
- Advertisement -

બિટ કોઇન્સ હવે લીગલ

bitcoin india

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ક્રિપ્ટો કરન્સી પરનો પ્રતિબંધ હટાવી દઇને આ વર્ચ્યુઅલ કરન્સીના સોદા કરનારાઓને મોકળું મેદાન પૂરું પાડયું છે. થોડા વર્ષ પહેલાં બિટ કોઇન સહિતની ક્રિપ્ટો કરન્સીના ઉપરાછાપરી કૌભાંડો બહાર આવતાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 6 એપ્રિલ 2018ના રોજ એક નોટિફિકેશન જારી કરીને તમામ પ્રકારની વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પ્રતિબંધ વિરુદ્ધ ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસીએશન ઓફ ઇન્ડિયાએ એક પિટિશન દાખલ કરી હતી અને તેની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આરબીઆઇ દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધને હટાવી દેવાનો નિર્ણય કર્યો હતો.

  • બિટકોઇનનું ચલણ રાષ્ટ્રની ભૂમિકા અને તેના રાષ્ટ્રવાદને ખતમ કરી શકે છે
  • આગળ જઇને બિટકોઇન બ્લેક મનીનું એક મોટું હથિયાર બની શકે છે

શું છે ક્રીપ્ટો  કરન્સી?

bitcoin history timeline origins and founder

- Advertisement -

વાસ્તવમાં ક્રિપ્ટો કરન્સી એક પ્રકારની ડિજિટલ કરન્સી છે જે ભૌતિક રૂપે ઉપલબ્ધ નથી, પરંતુ માત્ર આભાસી કરન્સી (વર્ચ્યુઅલ કરન્સી) છે. તેનો ઉપયોગ લેવડદેવડ માટે કરવામાં આવે છે. આ માટે બ્લોક ચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કરન્સીમાં કોડનો ઉપયોગ કરાય છે અને તેના ઉપયોગથી છેતરપિંડી અને ફ્રોડ થવાની આશંકા ઓછી હોય છે. આજે જ્યારે ઘણા લોકો પાસે બેન્કિંગ સુવિધા નથી, પરંતુ એવા લોકોની સંખ્યા વધારે છે જેમની પાસે ઇન્ટરનેટની સાથે સેલફોન છે.

 

You Might Also Like

HUL demerger – રોકાણકારો માટે મોટી તક: HULનો આજે છેલ્લો યુનિફાઇડ ટ્રેડિંગ દિવસ, જાણો ડિમર્જરની સંપૂર્ણ પ્રક્રિયા

BSEનો મોટો નિર્ણય: 31 કંપનીઓના શેર પર 1 ડિસેમ્બરથી નવો ‘સર્કિટ લિમિટ’ લાગુ!

શું તમે 2026 માં મલ્ટિબેગર રિટર્ન શોધી રહ્યા છો? તમારા પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા આ 3 પેની સ્ટોક્સનો સમાવેશ કરો

શેરબજારમાં ફ્લેટ ઓપનિંગ: 1124 શેર વધ્યા, 956 ઘટ્યા

SME સેગમેન્ટમાં મોટો ઝટકો: SSMD Agrotech ના શેર ₹121 ને બદલે ₹73 પર લિસ્ટ, કારણો શું?

- Advertisement -
TAGGED:bit coindollersINDIAN CURRENCYrupeeswhat is bit coin
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

india 2025 11 28T155411.472.jpg.webp
ભારતમાં Black Friday નો ક્રેઝ: વિદેશી પરંપરા કેવી રીતે બની વર્ષનો સૌથી મોટો ડિસ્કાઉન્ટ ફેસ્ટિવલ?
લાઈફ સ્ટાઈલ
શું ટેટૂ કરાવવાથી થાય છે સ્કિન કેન્સર? જાણો શું કહે છે સ્વીડનની સ્ટડી
હેલ્થ
lubhs2.jpg.webp
જો શરીરમાં આ 5 સંકેતો દેખાય તો ચેતી જજો! ડૉક્ટર પાસેથી જાણો ફેફસાના કેન્સરના શરૂઆતી લક્ષણો
હેલ્થ
કફ સિરપમાં કોડીન શા માટે ઉમેરવામાં આવે છે? તેના ગંભીર ગેરફાયદા શું છે?
હેલ્થ
chana2.jpg.webp
શેકેલા ચણામાં મળતું ઔરામાઇન કેટલું જોખમી છે? ડૉક્ટર પાસેથી જાણો તેનાથી શું થાય છે નુકસાન
હેલ્થ
- Advertisement -

You Might Also Like

india 2025 12 02T140342.860.jpg.webp
શેરમાર્કેટ

શેર બજારથી મોઢું ફેરવતા સામાન્ય લોકો, બે મહિનામાં 25,000 કરોડ રુપિયા ઉપાડી લીધા, અહીં કરી દીધું રોકાણ

By Gujju Media 2 Min Read
india 2025 12 02T093650.643.jpg.webp
શેરમાર્કેટ

ગ્લોબલ સંકેતોની અસર: Nifty 26,108 પર સેટલ, NMDCનો શેર ₹75.86 પર પહોંચ્યો

By Gujju Media 6 Min Read
india 2025 12 01T090742.135.jpg.webp
શેરમાર્કેટ

શેરબજાર માટે ડિસેમ્બર એટલે ‘કમાણીનો મહિનો’!

By Gujju Media 5 Min Read

More Popular from Gujju Media

kappor bhai.jpg.webp
બોલીવુડ

₹252 કરોડના ડ્રગ્સ પાર્ટી કેસમાં શ્રદ્ધા કપૂરના ભાઈનું નામ આવ્યું, પોલીસનું તેડું; આ સિતારાઓ પર પણ લટકી તલવાર

By Gujju Media 3 Min Read
india 2025 11 27T173143.074.jpg.webp

iPhone 17ની કિંમત વધારા પાછળનું મુખ્ય કારણ, DRAMના ભાવમાં 20-50%નો ઉછાળો

By Gujju Media
Copy of Satya web temp 42.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘નાના લોકો’ સાથે કામ કરવાનો દાવો કરનાર તાન્યા મિત્તલ એકતા કપૂરના શોથી કરશે ડેબ્યૂ

By Gujju Media 4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Sellwin Traders – આ શેર તેના એક વર્ષના નીચલા સ્તરથી 357% વધ્યો

બજારના દબાણ છતાં, ‘સેલવિન ટ્રેડર્સ’ રોકેટ પર ઉછળ્યો! સતત છઠ્ઠા દિવસે 5% ની ઉપરની સર્કિટ લાગી.…

By Gujju Media
હેલ્થ

99% લોકો કરે છે ભૂલ! સ્થૂળતા પહેલાં દેખાતા આ 10 સંકેતોને ઓળખીને રહો ફિટ અને હેલ્ધી

શું તમારું શરીર તમને વારંવાર આ 10 ચેતવણીઓ આપે છે? જો હા, તો વજન વધે તે…

By Gujju Media
બોલીવુડ

‘દબંગ 4’નું ડિરેક્શન કરશે સલમાન ખાન!! દિગ્દર્શનની દુનિયામાં થશે ધમાકેદાર ડેબ્યૂ

‘દબંગ 4’માં ડબલ રોલ! સલમાન ખાન પોતે કરશે ફિલ્મનું ડિરેક્શન, દિગ્દર્શનની દુનિયામાં થશે ધમાકેદાર ડેબ્યૂ! બોલિવૂડના…

By Gujju Media
હેલ્થ

સાવધાન! કિડની ડેમેજ થતાં પહેલાં શરીર આપે છે આ 5 પ્રારંભિક સંકેતો, અવગણવાની ભૂલ ન કરશો

કિડનીના પ્રારંભિક સંકેતો: કિડની ખરાબ થતાં પહેલાં આંખોમાં જ દેખાય છે બીમારીના લક્ષણો, જાણી લેશો તો…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

એક્ટર સુનીલ શેટ્ટીએ સાઉથની ફિલ્મો રિજેક્ટ કરવા પાછળનું આપ્યું ચોંકાવનારું કારણ

વિલન બનવું મંજૂર નથી: સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે શા માટે સાઉથની મોટી ફિલ્મોના ઓફર ઠુકરાવે છે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?