Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Analogue Paneer: એનાલોગ પનીરના નામે પીરસાતું ‘ધીમું ઝેર’: એનાલોગ પનીરનો કાળો કારોબાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > Analogue Paneer: એનાલોગ પનીરના નામે પીરસાતું ‘ધીમું ઝેર’: એનાલોગ પનીરનો કાળો કારોબાર
હેલ્થ

Analogue Paneer: એનાલોગ પનીરના નામે પીરસાતું ‘ધીમું ઝેર’: એનાલોગ પનીરનો કાળો કારોબાર

Gujju Media
Last updated: February 24, 2026 7:45 am
By Gujju Media
4 Min Read
Share
analogue paneer vs real paneer side effects legal action.jpg.webp
SHARE

Analogue Paneer આજે જ્યારે તમે કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં જઈને મનપસંદ પનીરની વાનગી ઓર્ડર કરો છો, ત્યારે ક્યારેય વિચાર્યું છે કે તમારી થાળીમાં પીરસવામાં આવેલું એ સફેદ નરમ પનીર અસલી છે કે નકલી? આજના સમયમાં નફાખોર વેપારીઓ અને હોટલ સંચાલકો ખર્ચ ઘટાડવા માટે અસલી પનીરના બદલે ‘એનાલોગ પનીર’ (Analogue Paneer) નો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. આ માત્ર મિલાવટ નથી, પરંતુ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કરવામાં આવતા ગંભીર ચેડાં છે.

Contents
  • શું છે આ એનાલોગ પનીર?
  • ખાસ નોંધ: મેનુ કાર્ડમાં જાણ કરવી હવે ફરજિયાત!
  • સ્વાસ્થ્ય પર થતો ગંભીર ખતરો
  • ક્યાં અને કેવી રીતે કરશો ફરિયાદ?

શું છે આ એનાલોગ પનીર?

એનાલોગ પનીર એ લેબોરેટરીમાં તૈયાર કરાયેલું એક કૃત્રિમ ઉત્પાદન છે. તેમાં દૂધનું નામનિશાન હોતું નથી. તે મુખ્યત્વે પામ ઓઈલ, સ્કિમ્ડ મિલ્ક પાવડર, કોર્ન સ્ટાર્ચ અને ગ્લિસરીલ મોનોસ્ટીઅરેટ (GMS) જેવા કેમિકલ્સના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણને એવી રીતે સેટ કરવામાં આવે છે કે તે દેખાવમાં અને સ્પર્શમાં બિલકુલ અસલી પનીર જેવું જ લાગે.

ખાસ નોંધ: મેનુ કાર્ડમાં જાણ કરવી હવે ફરજિયાત!

FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ના કડક નિયમો મુજબ, જો કોઈ રેસ્ટોરન્ટ કે હોટલ એનાલોગ પનીર (તેલ અને સ્ટાર્ચમાંથી બનેલું) પીરસતી હોય, તો તેની મેનુ કાર્ડમાં સ્પષ્ટ જાણ કરવી ગ્રાહક માટે ફરજિયાત છે.

- Advertisement -
  • રેસ્ટોરન્ટે મેનુમાં વાનગીની સામે બોલ્ડ અક્ષરોમાં લખવું પડશે કે તેમાં વપરાયેલું પનીર અસલી ડેરી પનીર છે કે એનાલોગ પનીર.

  • આ માહિતી છુપાવવી એ કાયદેસરનો ગુનો છે અને આવી હોટલો સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

સ્વાસ્થ્ય પર થતો ગંભીર ખતરો

આ નકલી પનીર તમારા સ્વાસ્થ્ય માટે ‘ધીમું ઝેર’ સાબિત થઈ શકે છે. તેમાં વપરાતું સસ્તું અને હલકી ગુણવત્તાનું પામ ઓઈલ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે, જે સીધું હૃદયની ધમનીઓમાં બ્લોકેજ કરી શકે છે. આજે નાની ઉંમરે આવતા હાર્ટ એટેક પાછળ આવા ભેળસેળિયા ખોરાકનો મોટો હાથ છે. આ ઉપરાંત, પનીરને રબર જેવું ટેક્સચર આપવા માટે જે કેમિકલ્સ અને સ્ટાર્ચ ઉમેરવામાં આવે છે, તે પાચનતંત્ર માટે અત્યંત હાનિકારક છે. તેના સતત સેવનથી એસિડિટી, ગેસ અને લાંબા ગાળે આંતરડાના ગંભીર રોગો થઈ શકે છે.

સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ એનાલોગ પનીરને લાંબો સમય ફ્રેશ રાખવા માટે પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ થાય છે. આ કેમિકલ્સને ફિલ્ટર કરવા માટે આપણા લીવર અને કિડનીએ વધુ મહેનત કરવી પડે છે, જેનાથી આ અંગો ફેઈલ થવાનું જોખમ વધી જાય છે. ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી સમસ્યાઓ પણ આવા હાઈ-ફેટ ખોરાકથી વધે છે.

- Advertisement -

બહાર ખાતી વખતે હંમેશા સાવધ રહો અને મેનુ કાર્ડને ધ્યાનથી વાંચો. જો પનીર અસામાન્ય રીતે સસ્તું હોય અથવા ખાતી વખતે તે દાંતમાં ચોંટતું હોય અને રબર જેવું લાગે, તો સાવધ થઈ જજો. તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે હંમેશા શુદ્ધ દૂધમાંથી ઘરે બનાવેલા પનીરનો અથવા ભરોસાપાત્ર ડેરી પ્રોડક્ટ્સનો જ આગ્રહ રાખો.

ક્યાં અને કેવી રીતે કરશો ફરિયાદ?

૧. FSSAI ના ‘Food Safety Connect’ પોર્ટલ પર: તમે ઓનલાઈન foscos.fssai.gov.in પર જઈને ‘Consumer Grievance’ સેક્શનમાં તમારી ફરિયાદ નોંધાવી શકો છો. અહીં તમે રેસ્ટોરન્ટનું નામ, સરનામું અને મેનુ કાર્ડનો ફોટો અપલોડ કરી શકો છો.

- Advertisement -

૨. ‘Food Safety Connect’ મોબાઈલ એપ: FSSAI ની સત્તાવાર એપ દ્વારા પણ તમે લોકેશન અને ફોટા સાથે ત્વરિત ફરિયાદ કરી શકો છો. આ સૌથી સરળ અને ઝડપી રસ્તો છે.

૩. ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર: તમે FSSAI ના હેલ્પલાઈન નંબર 1800-11-2100 પર કોલ કરીને તમારી સમસ્યા જણાવી શકો છો.

- Advertisement -
- Advertisement -

૪. સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (FDCA): તમારા જિલ્લાની (વલસાડ કે અન્ય કોઈ) ફૂડ સેફ્ટી ઓફિસરની કચેરીએ રૂબરૂ જઈને અથવા તેમની વેબસાઈટ પર લેખિત ફરિયાદ કરી શકાય છે. ગુજરાતમાં fdca.gujarat.gov.in પર વિગતો ઉપલબ્ધ છે.

સતત માસ્ક પહેરવાના કારણે થતી મુશ્કેલીથી બચવા રાખો આ વાતનું ધ્યાન
મગજમાં લોહી ગંઠાઈ જવાના આ 6 સંકેતોને ક્યારેય ન અવગણતા; સ્ટ્રોક આવતા પહેલા શરીર આપે છે આ ચેતવણી
સ્વસ્થ હૃદય માટે ચાલવું જરૂરી છે, જાણો દિવસમાં કેટલા કલાક ચાલવાથી તમારા હૃદયનું સ્વાસ્થ્ય સુધરશે
11 થી 4 વચ્ચે સૂર્યનો પ્રકોપ સૌથી વધુ! જાણો કેમ આ સમયે થોડીવાર માટે પણ બહાર જવું સ્વાસ્થ્ય માટે ખતરનાક
જમ્યા પછી ગળામાં બળતરા થાય છે? ડોક્ટરની આ ટિપ્સ એસિડ રિફ્લક્સ માટે રામબાણ ઈલાજ સાબિત થશે
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

health benefits of apples 1296x728 feature
ફૂડલાઈફ સ્ટાઈલહેલ્થ

જાણો, શા માટે શિયાળામાં ફળો અને શાકભાજીનું સેવન કરવું અનિવાર્ય છે?

By Nandini Mistry
3 Min Read
chana2.jpg.webp
હેલ્થ

શેકેલા ચણામાં મળતું ઔરામાઇન કેટલું જોખમી છે? ડૉક્ટર પાસેથી જાણો તેનાથી શું થાય છે નુકસાન

By Gujju Media
3 Min Read
1779527126 dharmishtha 1 5.jpg.webp
હેલ્થ

જો તમે પણ સાંજે સલાડ ખાઓ છો તો સાવધાન! ડૉક્ટરે આપી ચેતવણી, પેટ થઈ શકે છે ખરાબ

By Gujju Media
8 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?