73 વર્ષની ઉંમરે પણ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ફિટનેસનો નથી કોઈ જવાબ, જાણો શું છે તેમનો વર્કઆઉટ રૂટિન?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 73 વર્ષની ઉંમરે પણ તેમની ફિટનેસ માટે હંમેશા ચર્ચામાં રહે છે. ચાલો જાણીએ કે ઉંમરના આ પડાવ પર ફિટ અને એક્ટિવ રહેવા માટે તેઓ શું કરે છે?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. 4 અને 5 ડિસેમ્બરના રોજ તેઓ ભારત પ્રવાસે રહેશે. રશિયન રાષ્ટ્રપતિની ઉંમરની વાત કરીએ તો તેઓ 70નો આંકડો પાર કરી ચૂક્યા છે, પરંતુ આ ઉંમરે તેમની ફિટનેસ અને સ્ફૂર્તિ જોઈને યુવાનોના પણ પરસેવા છૂટી જાય છે.
જણાવી દઈએ કે વ્લાદિમીર પુતિને આ ફિટનેસ એક દિવસમાં નથી મેળવી; તેના માટે તેમણે નાની ઉંમરથી જ ઉત્તમ વર્કઆઉટ રૂટિનને ફોલો કર્યું છે. 2015 અને 2017 વચ્ચે બનેલી ચાર કલાકની ડોક્યુમેન્ટ્રી ‘ધ પુતિન ઇન્ટરવ્યૂઝ‘માં, તેમણે તેમના અદ્ભુત મોર્નિંગ વર્કઆઉટ રૂટિન વિશે જણાવ્યું, જેમાં સ્વિમિંગ અને વેઇટ લિફ્ટિંગ બંનેનો સમાવેશ થાય છે. આજે પણ એવો કોઈ દિવસ નથી જતો જ્યારે પુતિન વર્કઆઉટ ન કરતા હોય. તો ચાલો જાણીએ આ ઉંમરે પણ ફિટ રહેવા માટે વ્લાદિમીર પુતિન કયા પ્રકારનો વર્કઆઉટ રૂટિન ફોલો કરે છે:
ફિટ રહેવા માટે વ્લાદિમીર પુતિન કરે છે આ એક્સરસાઇઝ:
1. સ્વિમિંગ (તરવું)
સ્વિમિંગ, વ્લાદિમીર પુતિનના ફિટનેસ રૂટિનનો સૌથી જરૂરી ભાગ છે. તેઓ આજે પણ દરરોજ સવારે બે કલાક સ્વિમિંગ કરે છે.
- ફાયદા: આ કરવાથી આખા શરીરની કસરત થઈ જાય છે. તે સ્નાયુઓની તાકાત અને શરીરની લવચીકતા (flexibility) વધાર છે. સાથે જ તે હૃદય અને ફેફસાંના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. આ કરવાથી સાંધાઓ પર દબાણ પડતું નથી અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
2. વેઇટ ટ્રેનિંગ
સ્વિમિંગ ઉપરાંત, પુતિન સવારે વહેલા ઉઠીને વેઇટ ટ્રેનિંગ પણ અચૂક કરે છે.
- ફાયદા: વેઇટ ટ્રેનિંગ કરવાથી હાડકાં મજબૂત થાય છે. તે મેટાબોલિઝમ વધારે છે અને ઊંઘની ગુણવત્તા સુધારે છે, સાથે જ માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.
3. જુડો (Judo)
પુતિન જ્યારે ખૂબ નાની ઉંમરના હતા ત્યારથી જ જુડોની પ્રેક્ટિસ કરતા હતા.
- ફાયદા: જુડો ટ્રેનિંગ સંતુલન (Balance) અને શક્તિ (Strength) ની ક્ષમતાને વધારે છે. આ પ્રવૃત્તિ બ્રેઇન-ડિરાઇવ્ડ ન્યુરોટ્રોફિક ફેક્ટર (BDNF) ની સાંદ્રતા વધારવામાં મદદ કરે છે, જે મગજના સ્વાસ્થ્યને ટેકો આપે છે. આ ઉપરાંત, તે તણાવ ઘટાડે છે, આત્મવિશ્વાસ અને અનુશાસન વધારે છે, અને આત્મ-રક્ષણ (self-defence) ના કૌશલ્યો શીખવે છે.
4. આઇસ હોકી
પુતિને ખૂબ પાછળથી આઇસ હોકી રમવાનું શરૂ કર્યું. તેમને ઘણીવાર તેમની પ્રિય રમત રમતા અને ગોલ કરતા જોવામાં આવ્યા છે, જે તેમની ઉંમરમાં કોઈ પ્રેરણાથી ઓછું નથી.
- ફાયદા: એક અભ્યાસ દર્શાવે છે કે 35 વર્ષ અને તેથી વધુ ઉંમરના શારીરિક રીતે સક્રિય પુરુષો જેઓ આ રમત રમતા હતા, તેમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનો દર ઘણો ઓછો હતો.


