Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ‘હેલ્ધી’ ખાતા હોવા છતાં કેમ પેટ ફૂલે છે (Bloating)?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ‘હેલ્ધી’ ખાતા હોવા છતાં કેમ પેટ ફૂલે છે (Bloating)?
હેલ્થ

‘હેલ્ધી’ ખાતા હોવા છતાં કેમ પેટ ફૂલે છે (Bloating)?

Gujju Media
Last updated: July 2, 2026 4:53 pm
By Gujju Media
4 Min Read
Share
india 1 48.jpg.webp
SHARE

શું કાચું ખાવાથી પેટ ફૂલે છે? ડૉક્ટર પાસેથી જાણો પાચન સુધારવાની સાચી રીત

Contents
  • પેટ ફૂલવું એ માત્ર વધુ પડતું ખાવાનું પરિણામ નથી
  • ‘હેલ્ધી’ ખોરાક હંમેશા ‘પચવામાં સરળ’ હોતો નથી
  • FODMAP અને ‘ડાયેટ’ ખોરાકની છૂપી અસરો
  • શું કાચું ખાવું વધુ સારું છે?
  • તણાવ અને જીવનશૈલીની ભૂમિકા
  • ક્યારે ડૉક્ટરને બતાવવું?

આજના સમયમાં આપણે બધા જ ‘હેલ્ધી ડાયેટ’ના જમાનામાં જીવી રહ્યા છીએ. સવારના નાસ્તામાં ઓવરનાઈટ ઓટ્સ, બપોરે ભરપૂર સલાડ, સ્મૂધીઝ, પ્રોટીન બાર, શુગર-ફ્રી સ્નેક્સ અને ગ્રીન જ્યુસ—આ બધી જ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે. પરંતુ ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે આટલું સ્વસ્થ ખોરાક ખાવા છતાં તેમને પેટ ફૂલવું (Bloating), પેટમાં ભારેપણું કે અસ્વસ્થતા અનુભવાય છે. શું તમને પણ આવું થાય છે? જો હા, તો તમે એકલા નથી. આ વિષય પર હોસ્મેટ હોસ્પિટલના સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી, હિપેટો-બિલિયરી પેનક્રિયાટિક સર્જરી અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. સુશ્રુત સી.એસ.એ મહત્વની જાણકારી આપી છે.

- Advertisement -

પેટ ફૂલવું એ માત્ર વધુ પડતું ખાવાનું પરિણામ નથી

ડો. સુશ્રુત સમજાવે છે કે પેટ ફૂલવાની સમસ્યા હવે માત્ર વધુ પડતું ખાવાથી કે ખોરાકની પસંદગી બગડવાથી થતી નથી. અત્યારના સંશોધનો દર્શાવે છે કે આ સમસ્યા પાછળ આપણા ગટ માઈક્રોબાયોમ (આંતરડાના બેક્ટેરિયા), માનસિક તણાવ, ખાવાની પદ્ધતિ, ફૂડ ઈન્ટોલરન્સ અને જીવનશૈલી જેવા અનેક જટિલ કારણો જવાબદાર છે. ‘ધ લેન્સેટ ગેસ્ટ્રોએન્ટેરોલોજી એન્ડ હેપેટોલોજી’ના અભ્યાસ મુજબ, વિશ્વની લગભગ 40% વસ્તી પાચન સંબંધિત સમસ્યાઓથી પીડાય છે, જેમાં ‘બ્લોટિંગ’ સૌથી સામાન્ય લક્ષણ છે, ખાસ કરીને મહિલાઓમાં.

‘હેલ્ધી’ ખોરાક હંમેશા ‘પચવામાં સરળ’ હોતો નથી

આપણે એવું માની લઈએ છીએ કે જે ખોરાક હેલ્ધી છે, તે પચવામાં પણ સરળ જ હશે. પરંતુ આ સૌથી મોટી ગેરસમજ છે. ડો. સુશ્રુત કહે છે, “આંતરડાના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે ફાઈબરયુક્ત ખોરાક જેમ કે ઓટ્સ, કાચા શાકભાજી, કઠોળ, ફળો અને આખા અનાજ લેવા ખૂબ જરૂરી છે. પરંતુ, ફાઈબર મોટા આંતરડામાં બેક્ટેરિયા દ્વારા આથો (Fermentation) લાવે છે, જેનાથી કુદરતી રીતે ગેસ ઉત્પન્ન થાય છે.”

- Advertisement -

જો તમે અચાનક તમારા આહારમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારી દો, તો તમારા આંતરડા તેને ઝડપથી સ્વીકારી શકતા નથી, જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા થાય છે. જે લોકો પહેલા લો-ફાઈબર ડાયેટ લેતા હતા, તેઓ જો એકદમ સલાડ કે હાઈ-પ્રોટીન ડાયેટ પર શિફ્ટ થાય, તો તેમને શરૂઆતમાં ચોક્કસપણે અસ્વસ્થતા અનુભવાશે.

FODMAP અને ‘ડાયેટ’ ખોરાકની છૂપી અસરો

તમે કદાચ FODMAP વિશે સાંભળ્યું હશે. આ એવા ફર્મેન્ટેબલ કાર્બોહાઈડ્રેટ્સ છે જે ડુંગળી, લસણ, સફરજન, કઠોળ, ઘઉં અને દૂધ જેવા હેલ્ધી ખોરાકમાં હોય છે. કેટલાક લોકોના આંતરડા આ કાર્બોહાઈડ્રેટ્સને બરાબર પચાવી શકતા નથી, જેથી તે આંતરડામાં આથો બનીને ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા પેદા કરે છે. ખાસ કરીને ઘઉંમાં જોવા મળતું ‘ફ્રક્ટન્સ’ ઘણીવાર ગ્લુટેન કરતાં પણ વધુ જવાબદાર હોય છે.

- Advertisement -

આ ઉપરાંત, પ્રોટીન બાર કે શુગર-ફ્રી પ્રોડક્ટ્સમાં વપરાતા આર્ટિફિશિયલ સ્વીટનર્સ (જેમ કે સોર્બિટોલ, ઝાયલિટોલ અને એરિથ્રિટોલ) બ્લોટિંગ માટે સૌથી વધુ બદનામ છે. આ તત્વો આંતરડામાં આંશિક રીતે જ પચે છે, જે પાચનની ગંભીર સમસ્યાઓ નોતરે છે.

- Advertisement -
- Advertisement -

શું કાચું ખાવું વધુ સારું છે?

પોષણની દ્રષ્ટિએ ડોક્ટરો ચેતવણી આપે છે કે કાચો ખોરાક ઘણીવાર રાંધેલા ખોરાક કરતા પચવામાં વધુ અઘરો હોય છે. દાખલા તરીકે, બ્રોકોલી, કોબીજ અને ફ્લાવર જેવા શાકભાજી જ્યારે કાચા ખાવામાં આવે ત્યારે તે જટિલ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, જે આંતરડામાં વધુ પડતો આથો લાવે છે. તેને રાંધવાથી તે થોડા સરળ બને છે અને પચવામાં સરળતા રહે છે.

તણાવ અને જીવનશૈલીની ભૂમિકા

આપણું મગજ અને પાચનતંત્ર એકબીજા સાથે જોડાયેલા છે (Gut-Brain Axis). સતત રહેતો તણાવ, ચિંતા, ઊંઘનો અભાવ અને બેઠાડુ જીવન સીધી રીતે પાચનને અસર કરે છે. તણાવને કારણે પાચનતંત્રમાં લોહીનું પરિભ્રમણ ઘટે છે અને પાચનની ગતિ ધીમી પડે છે. આ ઉપરાંત, મીટિંગમાં હોય કે ફોન સ્ક્રોલ કરતા કરતા ઝડપથી જમવાથી આપણે ખોરાકને બરાબર ચાવતા નથી અને સાથે વધારાની હવા પણ ગળી જઈએ છીએ, જે બ્લોટિંગનું મુખ્ય કારણ બને છે.

ક્યારે ડૉક્ટરને બતાવવું?

દરેક વાર પેટ ફૂલે તો તેને સામાન્ય ન ગણવું. જો તમને સતત પેટ ફૂલતું હોય, વજન ઘટી રહ્યું હોય, અસહ્ય દુખાવો, ઉલટી કે એનિમિયા જેવી સમસ્યાઓ હોય, તો આ ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS), લેક્ટોઝ ઈન્ટોલરન્સ, સીલિયાક ડિસીઝ કે થાઈરોઈડ જેવી કોઈ ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે.

- Advertisement -
મગજમાં લોહી ગંઠાઈ જવાના આ 6 સંકેતોને ક્યારેય ન અવગણતા; સ્ટ્રોક આવતા પહેલા શરીર આપે છે આ ચેતવણી
ડાયાબિટીસ કંટ્રોલમાં હોવા છતાં સવારે કેમ વધી જાય છે સુગર? જાણો નિષ્ણાતોનો મત.
તણાવમાં અતિશય ખવાઈ જાય છે કે ભૂખ મરી જાય છે? જાણી લો ક્રોનિક સ્ટ્રેસ અને કોર્ટિસોલ હોર્મોનનો સંબંધ
શું લીવરને નુકસાન થવાથી ડાયાબિટીસનું જોખમ વધે છે? નિષ્ણાતનો અભિપ્રાય જાણો
દારૂના શોખીનો માટે ચેતવણી: લીવર, હૃદય પછી હવે વિટામિન B ગ્રુપ પર ખતરો!
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791766064 Drishyam 3.jpg.webp
અજય દેવગનની ‘દૃશ્યમ 3’એ રચ્યો ઇતિહાસ, વર્ષ 2026ની બની બીજી સૌથી મોટી ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
CPR 1210.jpg.webp
વ્યક્તિ બેભાન થાય ત્યારે નાડી તપાસવી કે CPR આપવું?
હેલ્થ
Blood Pressure 1210.jpg.webp
શું વારંવાર બ્લડ પ્રેશર ચેક કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?
લાઈફ સ્ટાઈલ
Gautam Gambhir 1010.jpg.webp
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગંભીરની સ્પષ્ટ માંગ: બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા હોય તો જ સારું ક્રિકેટ જોવા મળશે
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

iNDIA 2026 08 18T120756.091.jpg.webp
હેલ્થ

વિમલ એલાયચી વિવાદ: તંબાકુ અને સોપારી પાછળ છુપાયેલું ઓરલ કેન્સરનું મોટું જોખમ

By Gujju Media
6 Min Read
1777217325 dharmishtha 1 11.jpg.webp
હેલ્થ

શું તમે પણ ઘરે BP માપવામાં ભૂલ કરો છો? જાણો ડૉક્ટરે જણાવેલી બ્લડ પ્રેશર ચેક કરવાની સાચી રીત

By Gujju Media
4 Min Read
shirdi sai baba vaishno dev 1584330217
હેલ્થ

મંદિરોને લાગ્યું કોરોનાનું ગ્રહણ,જાણો ક્યા-ક્યા મંદિર રહશે બંધ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?