Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ચોમાસાની ઋતુમાં ઘરનું રાખો આવી રીતે ધ્યાન!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ચોમાસાની ઋતુમાં ઘરનું રાખો આવી રીતે ધ્યાન!
લાઈફ સ્ટાઈલ

ચોમાસાની ઋતુમાં ઘરનું રાખો આવી રીતે ધ્યાન!

Subham Agrawal
Last updated: June 13, 2022 7:22 pm
By Subham Agrawal
5 Min Read
Share
Keep an eye on the house during the monsoon season!
SHARE

શું તમને વરસાદની ઋતુ ગમે છે? મને તો ખૂબ જ ગમે છે, તેથી હું દર વર્ષે તેની રાહ જોઉં છું. ચોમાસાના આગમન સાથે જ નક્કી થઈ જાય છે કે, ફરવા ક્યાં જશું? શું ખાશું? આ બધી વસ્તુઓની તૈયારી હું મારા મિત્રો સાથે કરું છું. તમે પણ કંઇક આવું જ કરતા હશો, પરંતુ આ સાથે જ એવી ઘણી તૈયારીઓ પણ હોય છે જે વરસાદ આવતાં પહેલાં લોકો ઘણીવાર કરવાનું ભૂલી જતા હોય છે. તો ચાલો આજે તમારા ઘરનો પ્રવાસ કરીને જાણીએ કે, ચોમાસાના આગમન પહેલાં ક્યાં અને કેટલી તૈયારીઓની જરૂર છે?

Keep an eye on the house during the monsoon season!

બગીચા પછી ઘરની બહાર આ રીતે રાખો સાર-સંભાળ

- Advertisement -
  • ઘરની આસપાસની જગ્યાઓ અને ગટર સાફ રાખો, જેથી ત્યાં કચરો કે પાણીનો ભરાવો ના થાય નહીં તો તેમાં મચ્છરોનો ભરાવો થવા લાગશે.
  • જો ઘરની છત કે બહારની દિવાલો પર તિરાડ હોય તો તેને ભરી દો.
  • ઘરની બહારની દિવાલો પર વોટરપ્રૂફ પેઇન્ટ લગાવો.
  • છત પર કચરો એકઠો ના કરો, તેનાથી પાણીનો ભરાવો થાય ત્યાં મચ્છરોના સંવર્ધનનું જોખમ વધુ રહેશે.

હવે આપણે ઘરની અંદર જઈએ

  • સૌથી પહેલાં જૂતાના રેકને વરંડા કે પરસાળમાં મુકો. આમ, કરવાથી તમે માટી અને પાણીથી ઘરને ગંદુ થતાં બચાવી શકશો.
  • જો જગ્યા હોય તો ઘરની બહાર રેઇનકોટ અને છત્રી સૂકવવાની વ્યવસ્થા કરો.
  • ઘરના તમામ રૂમ અને હોલમાંથી કાર્પેટ કાઢી લો. વરસાદમાં તમે કાર્પેટને બદલે વાંસ કે રબરની સાદડીનો ઉપયોગ કરી શકો છો. તે સરળતાથી પાણીને શોષી લે છે અને ભેજને કારણે બગડતા નથી.

ચોમાસા માટે તમારા ઘરને આ રીતે કરો તૈયાર

- Advertisement -
  • આ ઋતુમાં જીવજંતુઓ વધુ રહે છે, તેથી વરસાદ પહેલાં ઘરમાં પેસ્ટ કંટ્રોલ કરાવી લો.
  • ઘરમાં ક્રોસ-વેન્ટિલેશન સુનિશ્ચિત કરો, જેથી તાજી હવા આવે અને જઈ શકે.
  • ઘણાં લોકો ઘરમાં ઈન્ડોર પ્લાન્ટ લગાવે છે, ચોમાસામાં તેને રૂમની બહાર રાખો.
  • જો ઘરની અંદરની દિવાલોમાં વધુ સીલિંગ અને ભેજ હોય તો ટાઇલ્સ લગાવી શકાય છે.
  • બેડરૂમમાં સીલિંગની ગંધથી છુટકારો મેળવવા માટે તમે એરોમા ઓઇલ કેન્ડલની વ્યવસ્થા કરી શકો છો.
  • ઘરમાં રંગરોગાન કરવાનું હોય તો ચોમાસા પહેલા કરી લો, જેથી દીવાલો સરળતાથી સૂકાઈ જાય અને સીલિંગનો ભય ના રહે.

Keep an eye on the house during the monsoon season!

  • રસોડાનું ધ્યાન રાખવું સૌથી મહત્વપૂર્ણ છે

    • ચોમાસા પહેલાં કિચન સ્ટોરને સાફ કરી લો.
    • ભેજને કારણે નુકસાન પામેલી વસ્તુઓ જેમકે મીઠું, ગોળ કે ખાંડને એર ટાઇટ ડબ્બામાં ભરી રાખો.
    • ખાંડના ડબ્બામાં કીડીઓ ના ઘુસે તે માટે ડબ્બામાં 4-5 લવિંગ નાખો.

    વરસાદમાં ફર્નિચરની સાર-સંભાળ રાખવાના ઉપાય

    • ઘરનું ફ્લોરિંગ લાકડાનું હોય છે, તેથી ચોમાસામાં તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. દરરોજ તેને સુકાં કપડાથી સાફ કરો તેમજ વરસાદનું પાણી તેના સુધી ના પહોંચે તેનું ધ્યાન રાખવું.
    • ભેજ દૂર કરવા માટે તમારા કપડાં અને ડ્રોઅરમાં સિલિકા જેલ મૂકો. તે બજારમાં સરળતાથી મળી જાય છે.
    • લોખંડના ફર્નિચરને કાટથી બચાવવા માટે તેને અગાઉથી પેઇન્ટ કરો.
    • લાકડાના ફર્નિચર પર વેક્સ પોલિશ કરો અને તેમને ભીંજાતા અટકાવો.
    • ચામડાની સોફા-ખુરશીઓને ફૂગથી બચાવવા માટે તેને દરરોજ સૂકાં કપડાથી સાફ કરો.

    વરસાદમાં કપડાનું ધ્યાન આ રીતે ધ્યાન રાખો

    • કપડાંને કબાટમાં મુકતાં પહેલાં તેને તડકામાં સારી રીતે સુકવી લો, જેથી ભેજના કારણે તેમાંથી દુર્ગંધ ના આવે.
    • પહેલાં કાગળને કબાટમાં મૂકો પછી તેની ઉપર કપડાં મૂકો, જેથી ભેજ તેમાં ના રહી જાય.
    • કબાટમાં કપૂર કે નેપ્થાલિનની કેટલીક ગોળીઓ મૂકો. તે ભેજને શોષી લેશે અને તમારા કપડાંને સુરક્ષિત રાખશે.
    • વરસાદના દિવસોમાં કબાટમાં સિલ્વરફિશ નામના નાના જીવ ઉદ્દભવી શકે છે, તેનાથી બચવા માટે લીમડાના કેટલાક પાન કબાટમાં રાખો.
    • કપડાંની વચ્ચે થોડું લવિંગ રાખો. તે કપડાંને સિલ્વરફિશ નામના જીવ સામે રક્ષણ આપે છે.
    • બહારથી આવતી વખતે ડાઘવાળાં કપડાંને તરત જ ધોઈ લો નહીંતર તેમના ડાઘ દૂર કરવા મુશ્કેલ બની જાય છે.
    • કપડામાં કાટ લાગી ગયો હોય તો તેને ઓક્સાલિક એસિડથી ધોઈ લો. તેનાથી ડાઘ સરળતાથી દૂર થઈ જશે.
    • વરસાદ પહેલાં સુટકેસ કે કબાટમાં બંધ કપડાંને એકવાર તડકામાં જરુર સૂકવો, જેથી તેમાં કોઈ ગંધ ના બેસે.
    • વરસાદ શરૂ થાય તે પહેલાં પલંગ અને જાડાં પડદાને પણ તડકામાં સૂકવો.
    • આ દિવસોમાં ઘરને મચ્છરોથી બચાવવું પણ મહત્વપૂર્ણ છે.

     

ચોંકાવનારો ખુલાસો: હવામાં હજારો ફૂટની ઊંચાઈએ થતું રેડિયેશન બની શકે છે જાનલેવા!
કોરોનાવાયરસના કહેર વચ્ચે ભારત માટે સારા સમાચાર,એક રીસર્ચમાં જાણવા મળી આ મોટી વાત
ફેટી લીવરનું જોખમ: 40% ભારતીયો ‘સાયલન્ટ કિલર’ NAFLD ની લપેટમાં – લેન્સેટનો ચોંકાવનારો ખુલાસો
રસોડામાં આ ચાર વસ્તુઓ ટાળો, નહીં તો હાર્ટ એટેકનું જોખમ રહેશે
સૂતી વખતે વળે છે પરસેવો? તો થઈ જાવ સાવધાન આ વાઇરસના છે લક્ષણો
- Advertisement -
TAGGED:home carehome care during rainlife style
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

kruti 6.jpg.webp
હેલ્થ

ફેટી લીવરથી છોડાવવો છે પીછો? સવારે નાસ્તામાં સામેલ કરો આ 5 સુપરફૂડ્સ

By Gujju Media
5 Min Read
Ragi Milk 2405.jpg.webp
લાઈફ સ્ટાઈલ

રાગીનું દૂધ હાડકાની નબળાઇ કરશે દૂર; જાણો સુપરફૂડ બનાવવાની આસાન રીત અને તેના ચમત્કારી ફાયદા

By Gujju Media
5 Min Read
1775802850 Copy of Satya web temp 16.jpg.webp
ફૂડ

મિનિટોમાં બનાવો મોઢામાં ઓગળી જાય તેવો ચણાની દાળનો હલવો, જાણો સીક્રેટ ટિપ્સ

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?