જુઓ સલમાન ખાન અને આયતનો સુપર ક્યુટ વિડીયો..

સલમાન ખાનની બહેન અર્પિતા ખાને 2019ની 27 ડિસેમ્બરે દીકરીને જન્મ આપ્યો છે. ત્યારબાદ સલમાને ભાણી સાથે તસવીર શેર કરી હતી. હવે સલમાને આયત સાથે એક વિડીયો શેર કર્યો છે. સલમાન અને આયતના આ વિડીયોને લગભગ 3 મિલિયનથી વધુ વખત જોવાયો છે. જેમાં તે આયત પર પ્રેમ વરસાવતો જોવા મળે છે. વિડીયોમાં તમે જોઈ શકો છે કે સલમાન આયતને કિસ કરે છે.

સલમાન ખાને શનિવારે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર આયત સાથેનો એક વિડીયો શેર કર્યો છે. ત્યારે નાનકડી આયત પણ જાણે મામાની નકલ કરવાની કોશિશ કરતી હોય તેવું લાગે છે.. મામા-ભાણીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સલમાનની કિસ પછી આવતું આયતનું રિએક્શન પણ જોવા જેવું છે.


સલમાનની બહેન અર્પિતા ખાને પણ આ વિડીયો શેર કર્યો છે. અર્પિતાએ વિડીયો શેર કરતાં લખ્યું છે, ‘વી લવ યુ મામુ (અમે તમને પ્રેમ કરીએ છીએ મામા)’. ઉલ્લેખનીય છે કે આયત આયુષ શર્મા અને અર્પિતા ખાનનું બીજું સંતાન છે. અર્પિતા અને આયુષનો એક દીકરો છે આહિલ. તેને પણ સલમાન ખૂબ પ્રેમ કરે છે. આહિલ સાથે મસ્તી કરતાં સલમાનના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે.


વર્કફ્રંટની વાત કરીએ તો, સલમાન ખાન હાલ આગામી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું શૂટિંગ કરી રહ્યો છે. પ્રભુદેવાના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ 2020માં ઈદ પર રિલીઝ થશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *