શું તમે જાણો છો વિશ્વના આ અનોખા પક્ષીઓ વિશે..જે જીવે છે સૌથી લાંબુ જીવન..

શાહમૃગ (Ostrich)


શાહમૃગ વિશ્વનું સૌથી ઝડપી અને મોટું પક્ષી છે. લગભગ નવેક ફીટની ઊંચાઈ ધરાવતાં શાહમૃગનું વજન આશરે ૧૩૫ કિલો હોય છે. તે વિશ્વના સૌથી જોખમી હુમલાખોર પ્રાણીઓ જેમ કે સિંહ અને ચિત્તાની વચ્ચે રહે છે. પુખ્ત શાહમૃગ કલાકના ૬૫ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. તેનું એક જ ડગલું ૧૬ ફીટનું અંતર આવરી શકે છે.. શાહમૃગ 30 થી 40 વર્ષ જીવે છે.

ઈમુ (EMU)


ઊંચાઇના મામલે શાહમૃગ પછી બીજા નંબરે છે ઇમુ. પાછળ પડેલા હુમલાખોરોથી બચવા માટે ઇમુ હવામાં ઊંચા કૂદકા લગાવે છે અને દોડતી વખતે તે અત્યંત વાંકીચૂંકી ગતિ કરીને તે હુમલાખોરોને ચકમો આપી શકે છે.. ઈમુ પક્ષી મોટા ભાગે ઓસ્ટ્રેલીયામાં જોવા મળે છે…આ પક્ષીની ઉંચાઈ લગભગ 6 ફુટ અને વજન 45થી 60 કિલો હોય છે. ઇમુ 30 વર્ષ જીવે છે. તે 16 કરતા વધારે વર્ષ સુધી ઇંડા મૂકી શકે છે.

કેસોવેરી (SOUTHERN CASSOWARY)


ઝનૂનભેર પોતાના ઇલાકાની રક્ષા કરતું કેસોવેરી એક લડાયક પક્ષી છે તે આક્રમક હોવા ઉપરાંત શાંત પણ હોય છે. તેનો મુખ્ય ખોરાક તો ફ્ળો જ છે, પરંતુ તે ઉપરાંત તે ફૂલ, ફંગસ અને જીવાત પણ ખાય છે.. આ ન ઉડતાં પક્ષીઓની મોટા ભાગની જાતિઓ લુપ્ત થઈ ચૂકી છે. આ પક્ષીની ઉંચાઈ લગભગ 6 ફુટ અને વજન 58.5 કિલો જેટલું હોય છે. કેસોવેરી લગભગ 40 થી 50 વર્ષ જીવે છે.

રૂલર પેંગ્વિન (Ruler Penguin)


પેંગ્વિન એક જળીય પ્રાણી છે. આ કાળા અને સફેદ રંગના વાળ વાળું પક્ષી છે. આ ઠંડા પાણીમાં રહેતું ખુબ જ શાંત પ્રાણી છે. પેંગ્વિન ને પાંખ હોય છે છતાં પણ તે ઉડી નથી શકતું. આ ઉડવાની જગ્યાએ ધરતી પર ચાલે છે અને ઊંડા પાણીમાં તરે છે. પેંગ્વિન ની લગભગ ૧૭ પ્રજાતિઓ મળી આવે છે. અન્ય પ્રાણી કરતા આનું આયુષ્ય સારું હોય છે. તેઓ લગભગ ૧૫ થી ૨૦ વર્ષ સુધી જીવી શકે છે. પેંગ્વિન પાણીમાં લગભગ ૨૦ મિનીટ સુધી શ્વાસમાં રોકી શકવાની ક્ષમતા ઘરાવે છે.

રિયસ પક્ષી (More prominent Rhea)

રિયસ પક્ષી પૂર્વી દક્ષિણ અમેરિકામાં જોવા મળતા સૌથી લાંબુ જીવતા પક્ષીઓમાંથી એક છે. રિયસ પક્ષીનું આયુષ્ય 15 વર્ષ હોય છે અને તેનું વજન 50 કિલો જેટલું હોય છે.. રિયસ પક્ષી ઉડી શકતું નથી.. સ્ત્રી રિયસ દરરોજ એક ઇંડા પ્રમાણે સાતથી દસ ઇંડા આપે છે.

મ્યૂટ હંસ (Mute Swan)

મ્યૂટ હંસ એ વિશ્વનું સૌથી ફ્રેન્ડલીએસ્ટ પક્ષીમાનું એક છે.. મ્યૂટ હંસને હંસના જૂથમાંથી શાંત ગણવામાં આવે છે કારણ કે હંસની અમુક જાતિઓ ખુબ અવાજ કરે છે ત્યારે મ્યૂટ હંસ અવાજનો ખુબ જ ઓછો ઉપયોગ કરે છે. યુરેશીયાના પ્રદેશમાં અને આફ્રિકાના ઉત્તરમાં મ્યૂટ હંસ મળી આવે છે.. આ હંસ એક સમયે 10 ઇંડા મૂકે છે. મ્યૂટ હંસનો વિશ્વના સૌથી મોટા ઉડતા જીવોના વર્ગમાં સમાવેશ થાય છે. જેની 100 ઇંચની વિશાળ પાંખો હોય છે.

ટર્કી (Turkey)


ટર્કી એ હાલમાં પુથ્વી પરનાં સૌથી મોટા પક્ષીઓમાં ત્રીજા ક્રમે આવતું પક્ષી છે. જેનો પશુપાલન માં માંસ તેમજ ઇંડા માટે ઉછેર કરવામાં આવે છે, એકંદરે મરધી જેવું પરંતુ આકારમાં તેનાં થી ચાર ગણું આ ટર્કી વિદેશોમાં ખુબજ પ્રચલીત છે. આમતો ટર્કી યુરોપીય દેશોમાં જોવા મળે છે. પરંતુ તે ઉત્તર અમેરીકામાં પણ જોવા મળે છે. જંગલી ટર્કીનો કલર કાળો, ઘેરો શાહી, તેમજ ભુખરો હોય છે. નરના પ્રમાંણમાં માદા રંગમાં ઝાંખી હોય છે….આ પક્ષીની ઉંચાઈ લગભગ 3 થી 4 ફુટ અને વજન 86 પાઉન્ડ હોય છે..

કોરી બસ્ટર્ડ (Kori Bustard)


આફ્રિકાનું કોરી બસ્ટર્ડ પક્ષી 14 કિલો વજનનું હોવા છતા પણ ઉડી શકે છે. કોરી બસ્ટર્ડ કેરેમેલ ડીમ અને સફેદ શેડમાં જોવા મળે છે અને તેના શરીર પર કોન્ટ્રાસ્ટીંગ શેડિંગ સાથે સુંદર ડિઝાઇન જોવા મળે છે. બસ્ટર્ડ 150 સે.મી. જેટલા મોટા થઈ શકે છે અને માદા કોરી બસ્ટર્ડ 3-5 ઇંડા મૂકે છે..

ડાલમેટિયન પેલિકન (Dalmatian pelican)

ડાલમેટિયન પેલિકનએ પેલિકન કુટુંબનું પક્ષી છે. તેનું રહેઠાણ ચીન અને ભારતથી લઈને યુરોપના દક્ષિણ-પૂર્વ ભાગ સુધીના છીછરા તળાવો અને સ્વેમ્પમાં છે. ડેલમેટિયન પેલિકન પૃથ્વી પરનું સૌથી મોટુ ઉડતું પક્ષી છે. તેનું વજન સરેરાશ 11 થી 15 કિલોગ્રામ છે. પક્ષીની લંબાઈ 160 થી 180 સેન્ટિમીટર સુધીની છે, અને તેની પાંખો 3 મીટરથી વધુ લાંબી હોય છે.

એન્ડીયન કોન્ડોર(Andean Condor)

શિકારના સૌથી મોટા ઉડતા પક્ષીઓ છે ગીધ અને કોન્ડોર. તેઓ 14-15 કિલો વજન સુધી પહોંચે છે, અને તેમની પાંખ 3 મીટર સુધી પહોંચે છે આ પક્ષીઓ પર્વતીય ભૂપ્રદેશને પસંદ કરે છે. એન્ડીયન કોન્ડોર દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. એન્ડીયન કોન્ડોર વાદળી સફેદ ઇંડા મૂકે છે જેનું વજન 280 ગ્રામ હોય છે અને એન્ડીયન કોન્ડોર ઉડતી પાંખવાળા પક્ષીઓમાંથી એક છે..

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *