એક તરફ કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે,જેને લઇ આખા દેશમાં લોકોડાઉન જાહેર કરવામાં આવ્યું છે,અને તેના કારણે તમામ વેપાર ધંધા ઠપ થઇ ગયા છે,કોરોના વાયરસને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ઝટકો લાગી શકે છે. ખાસ કરીને જીડીપીના મોરચે ભારતીય રિઝર્વ બેન્કએ ચેતવણી આપી છે. ત્યારે ગ્લોબલ ઇકોનોમી 2020માં સ્લોડાઉનમાં જઇ શકે છે. આરબીઆઇએ પોતાની મૉનિટરિંગ પોલિસી રિપોર્ટ જાહેર કરી છે.
આરબીઆઇની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ 19ને પગલે દુનિયાભરમાં જે પ્રકારે લૉકડાઉનની સ્થિતિ છે. ભારતમાં આર્થિક સ્થિતિ ખરાબ થતી જઇ રહી છે. આરબીઆઇ અનુસાર કોવિડ 19ની મહામારીને કારણે વૈશ્વિક ઉત્પાદન, સપ્લાઇ, વેપાર અને પ્રવાસન પર પ્રતિકૂળ અસર પડશે કેમકે તમામ પ્રકારના કામ-ધંધા બંધ છે.
મંદી બાદ કોરોના વાયરસનો કહેર
પહેલાથી જ મંદીનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને કોરોના વાયરસથી મોટો ઝટકો લાગ્યો છે. આ અનિશ્ચિતતને કારણે જીડીપી ગ્રોથ અનુમાન કરવું હાલ મુશ્કેલ છે. આરબીઆઇએ પોતાની મૉનિટરિંગ રિવ્યૂમાં લખ્યું છે કે કોરોના વાયરસ મહામારીને કારણે ભારતની અર્થવ્યવસ્થાની રિકવરી ઝડપથી ખતમ થઇ રહી છે.
જોકે, આરબીઆઇનું કહેવું છે કે જો કોરોના વાયરસ સંકટ પર જલ્દી કાબૂ મેળવી લેવામાં આવ્યો તો કેન્દ્રીય બેન્ક દ્વારા ઉઠાવાયેલા પગલાથી અર્થવ્યવસ્થામાં ઝડપથી રિકવરી આવશે. આરબીઆઇનું માનીએ તો રાહતની વાત એટલી જ છે કે ઇન્ટરનેશનલ ક્રૂડ પ્રાઇસમાં નરમી જોવા મળી રહી છે પરંતુ લૉકડાઇનને કારણે માંગ ઓછી છે.
દુનિયાભરમાં મંદીના સંકેત
આરબીઆઇએ કહ્યું કે કોરોના વાયરસની મહામારી મોંઘવારીને પ્રભાવિત કરશે. પૂરવઠાના અવરોધને પગલે ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ઘટાડો આવી શકે છે જ્યારે બિન ખાદ્ય પદાર્થોની કિંમતો વધવાની સંભાવનાથી ઇનકાર ન કરી શકાય. કોરોના વાયરસની મહામારીને પગલે ઘણા અર્થશાસ્ત્રીઓએ દુનિયાભરમાં પૂરવઠોમાં અવરોધ ઉભા થવાની ચેતવણી આપી છે.