Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું તમારી હાઈટ ઓછી છે તો ચિંતા કરવાની જરૂર નથી.. આ ફેશન ટીપ્સ થઈ શકે છે તમને ઉપયોગી..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફેશન > શું તમારી હાઈટ ઓછી છે તો ચિંતા કરવાની જરૂર નથી.. આ ફેશન ટીપ્સ થઈ શકે છે તમને ઉપયોગી..
ફેશન

શું તમારી હાઈટ ઓછી છે તો ચિંતા કરવાની જરૂર નથી.. આ ફેશન ટીપ્સ થઈ શકે છે તમને ઉપયોગી..

Nandini Mistry
Last updated: March 14, 2020 2:03 pm
By Nandini Mistry 4 Min Read
Share
802818 neha kakkar airport
SHARE

ઊંચી વ્યક્તિની એક આગવી પ્રતિભા પડે છે પણ બધાને ઊંચાઈ નસીબમાં હોતી નથી. માતા પિતાએ વારસામાં આપેલી ઊંચાઈ જ તેમને પ્રાપ્ત થાય છે. માતા પિતામાંથી એકાદ પણ ઓછી ઊંચાઈ ધરાવતું હોય તો તમને નવાણું ટકા ઓછી ઊંચાઈ જ મળશે. બંને ઊંચા હોય તો નક્કી તમે ઊંચા થવાના પણ તોય હાઈટ ઓછી હોય તો શું કરવું?

Contents
વસ્ત્રોની પસંદગીપોશ્ચરહેરસ્ટાઈલપગરખાં

maxresdefault 9
આપણે ત્યાં છોકરીઓની સરેરાશ ઊંચાઈ ૫ ફૂટ ગણાય છે. આમ છતાં જે લોકો ઓછી ઊંચાઈના છે તેઓ પ્રયત્ન દ્વારા થોડા ઊંચા જરૃર દેખાઈ શકે છે.

વસ્ત્રોની પસંદગી

first
નીચી કે ઓછી ઊંચાઈની છોકરીઓ માટે વસ્ત્રોની પસંદગી બહુ ચોક્કસ જાણકારીથી કરવી જોઈએ. ઊંચાઈનો ભ્રમ ઊભો કરવા માટે કપડાની ડિઝાઈન એકદમ ઝીણી, નાની બોર્ડર, એકદમ નાના ડોટસ, એકદમ ઝીણી ચેક્સ, નાના પાલવવાળી સાડી, ઊંભી નાની પાતળી લાઈનની ડિઝાઈન, ઊભી લાઈન હોય તેવી ડિઝાઈન વ્યક્તિને ઊંચી બતાવવામાં ઘણી મદદ કરે છે.

- Advertisement -

original
નીચી હાઈટવાળી છોકરીઓને રંગોનું વિજ્ઞાન પણ એવું છે કે આખા શેડસ વધુ ઉઠાવ આપે છે. પ્રિન્ટ હોય કે પ્લેઈન ડિઝાઈન રંગો બહુ ‘ગોડી’ કે મલ્ટીકલર સારા નહીં લાગે. આછા સૌમ્ય રંગો વધુ સારા લાગે છે. સાડી પહેરતા હોતો કોન્ટ્રાસ્ટ કલરનો બ્લાઉઝ પસંદ કરવાને બદલે એક જ રંગનો બ્લાઉઝ ઉંચાઈ દેખાડશે. સલવાર કમીઝ ચૂડીદાર વગેરે એક જ રંગના પસંદ કરવા, સ્કર્ટ પાતળી પ્લીટ્સવાળની લેન્થના (ઘૂંટણ સુધીના) પહેરવાં.

D3zG oQWsAAfqja
ડ્રેસીઝની સિલાઈમાં ગજવા, ફિલ, ઝૂલ, લેસ, મોટી એમ્બ્રોઈડરી ઓછી રાખવી. અને બને ત્યાં સુધી સીમ્પલ સેટિંગ રાખવું જેનાથી હાઈટ ઊંચી લાગે છે.. ”વી ” નેકના ગળા સ્ટેન્ડપટ્ટી નીચી હાઈટવાળી છોકરીઓને ખુબ જ સારા લાગે છે .કાપડની પસંદગી કરતી વખતે પણ ધ્યાન રાખવું કે વધુ ફુલેલા જાડા કે સ્ટાર્ચવાળા કાપડને બદલે પાતળા પણ પારદર્શક નહીં એવું કાપડ સિલેક્ટ કરવું.. આ રીતે કપડાંની યોગ્ય પસંદગીથી એકાદ ઈંચ જેટલી ઊંચાઈ વધુ દેખાય છે.

- Advertisement -

પોશ્ચર

761238 neha kakkar
ઊંચાઈમાં પોશ્ચરનું આગવું પ્રદાન છે. ટટ્ટાર, મસ્તક, સમાન્તર ખભા, ખેંચેલી છાતી દબાયેલું પેટ, હિપ્સને આપોઆપ બહાર લાવશે અને સુંદર પોશ્ચર સર્જશે જેના કારણે એકથી બે ઈંચની ઊંચાઈ વધુ દેખાશે.પોશ્ચરને સુંદર બનાવવા માટે ઊંડે શ્વાસ લેવાની આદત તેમ જ પોશ્ચરની કેટલીક કસરત નિયમિત કરવાથી થોડા સમયમાં આપોઆપ તે સુધરી જાય છે. બેસતા ઊઠતાં, ચાલતા, પ્રત્યેક પ્રવૃત્તિમાં પોશ્ચરની સભાનતા જાળવવી જરૃરી છે.

નીચી વ્યક્તિને પહોળાઈ ઓછી હોય તો તે ઉંચાઈ આપે છે તેથી વજન વધુ હોય તો થોડી સ્લીમ બોડી કરવાની જરૃર છે. વધુ વજન હોય તો તે ઘટાડવાની તથા ચરબી જે ભાગમાં હોય તે ઓછી કરવાથી ઘણો ફાયદો થાય છે.

- Advertisement -

હેરસ્ટાઈલ

maxresdefault 3 2
હેરસ્ટાઈલથી છોકરીઓની ટોટલ પર્સનાલિટી બદલાઈ શકે છે. નીચી છોકરીઓ મોટા ભાગે ગોળમટોળ ચહેરાવાળી હોય છે. તેથી કપાળ નાનું કે ગરદન ટૂંકી હોય ત્યારે વાળને એ રીતે ઓળવા જો કે જેનાથી ચહેરાના આકાળ ગોળમાંથી લંબગોળ બતાવી શકાય.

olivia culpo 7046cccaf7b14988828ab38b61b5fd4f
આ માટે વાળમાં પાંથી ન પાડવી અને ઊભું માથું પણ ઊંચાઈ આપે તેવું ઓળવું. થોડું બેક કોમ્બીંગ કરી વાળ ઊંચા લઈ શકાય. ઉપર રહે તેવી વાળની ઊંચી સ્ટાઈલ, કોરા વાળ અને વાળ કાપેલા હોય તો શોલ્ડર કટ કરેલા વધુ સારા લાગે છે. આનાથી અર્ધા ઈંચથી એક ઈંચ જેટલી ઊંચાઈ વધુ દેખાય છે.

- Advertisement -
- Advertisement -

પગરખાં

Untitled 2
ઊંચા દેખાવા માટે અતિશય ઊંચી એડીના પગરખાં પહેરવાની જરૃર નથી, એક કે દોઢ ઈંચ ચાલશે અને તે એક ‘ગ્રેઈસફૂલ’ ચાલ આપશે. આ સાથે ઓછો મેકઅપ, સ્મિતભર્યો ચહેરો અને આત્મવિશ્વાસ સાથેની વાતચીત તમારા નીચા કદને જરૃર એક નવીન ઊંચાઈ આપશે!

You Might Also Like

આ રીતે કરો કાચી હળદરનો ઉપયોગ સફેદ વાળ થઇ જશે છુમંતર, મળી જશે કાળા વાળ

દહીં અને ચણાના લોટની પેસ્ટ ચહેરા પર લગાવવાથી શું થાય છે? જાણો શું મળે છે ફાયદા

ઘરમાં જ બનાવો આ વસ્તુઓથી મેકઅપ રીમુવર, ચપટી વગાડતા જ ઉતરી જશે ગમે તેવો મેકઅપ

જો તમે હેર સ્પા કરાવ્યા પછી પણ આ ભૂલો કરી રહ્યા છો, તો હવે સાવધાન રહો, તમારા વાળ ખરાબ થઈ જશે

હળવા શિયાળામાં વેસ્ટર્ન ડ્રેસ પહેરીને તમારી સ્ટાઇલ બતાવો, જુઓ આજકાલ શું ટ્રેન્ડિંગ છે

- Advertisement -
TAGGED:FASHIONfashion tipsmost fashionableshort girlstipstips for short girls fashion
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

Small particles of microplastic found in human brain research reveals shocking facts1222
ફેશન

માનવ મગજમાં માઇક્રોપ્લાસ્ટિકના નાના કણો મળી આવ્યા, સંશોધનમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા

By Gujju Media 4 Min Read
Treat split ends with these home remedies these tips will work even for less money1
ફેશનલાઈફ સ્ટાઈલ

આ ઘરેલું ઉપચારથી સ્પ્લિટ એન્ડ્સની સારવાર કરો, આ ટિપ્સ ઓછા પૈસામાં પણ કામ કરશે

By Gujju Media 3 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 10 9
લાઈફ સ્ટાઈલફેશન

સ્ટ્રેટ અને શાઈની વાળ માટે હવે કોઈ જરૂર નથી હજારો રૂપિયા બગાડવાની, આ ઘરેલું ઉપાયોથી તમારા વાળને કેરાટિન જેવા નરમ બનાવો

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shani aarti

શનિદેવની આરતી – જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
આરતી

હનુમાન ચાલીસા

દોહા શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ જસુ જો દાયક ફ્લચારી…

By Gujju Media
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

  જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા . સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી… રત્ન જડિત…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
શ્રી કૃષ્ણ ભજનભજન

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લિરિક્સ ઘટમાં ગિરધારીને મનમાં મોરારી રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?